સુરત તાપી નદી જળસ્તરમાં વધારો
કોઝવેની સપાટી પણ હાલ 9.55 મીટરે પહોંચી
હાલ કોઝવેમાંથી 2.48 લાખ ક્યુસેક પાણી વહી રહ્યું છે
સુરત શહેર અને જિલ્લા સહિત તાપી નદીના ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને લઈ તાપી નદીની જળસપાટીમાં વધારો થયો છે. તો કોઝવેની સપાટી પણ હાલ 9.55 મીટરે પહોંચી છે.
સુરત તાપી નદી જળસ્તરમાં વધારો થોય છે. તાપી નદી કોઝવે સપાટીમાં વધારો થયો હોય તેમ કોઝવેની ભયજનક સપાટી છ મીટર છે જો કે હાલ આ સપાટી 9.55 મીટર પર પહોચી છે. ઉકાઈ ડેમમાંથી1.68 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે તો સાથે તાપી નદી આસપાસ પણ ભારે વરસાદ થઈ રહ્યો છે. આ બંને પાણીની આવક તાપી નદીમાં થઈ રહી છે. હાલ કોઝવેમાંથી 2.48 લાખ ક્યુસેક પાણી વહી રહ્યું છે. જેને લઈ તાપી કિનારે વસતા લોકોને સહી સલામત રહેવા તંત્રએ અપીલ કરી છે. હાલ ઉકાઈ ડેમની સ્થિતિની વાત કરીયે તો ઉકાઈ ડેમનુ લેવલ 337.9 ફુટ છે જ્યારે ડેમમાં 1,63,184 ક્યુસેક પાણીનો ઈનફ્લો છે અને તેટલો જ તાપી નદીમાં છોડાઈ રહ્યુ છે.
