સુરતની ખાડી પર મહિલાનો લટકતો મૃતદેહ

Featured Video Play Icon
Spread the love

સુરતની ખાડી પર મહિલાનો લટકતો મૃતદેહ
પાણીના પાઈપની એન્ગલ સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાધો,
આત્મહત્યા કે હત્યાને લઈ રહસ્ય

સુરતના સચીન જીઆઈડીસી પાસે આવેલી ખાડી પરથી મહિલાો લટકતો મૃતદેહ મળતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.

સુરતમાં શંકાસ્પદ લાશ મળવાનુ યથાવત હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે સુરતના સચિન જીઆઈડીસી પાસેની ખાડી પરથી મહિલાનો લટકતો મૃતદેહ મળ્યો હતો. પાણીના પાઈપની એન્ગલ સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાધો હોવાનુ લાગી રહ્યુ છે. તો મૃતક મહિલા આશરે 25 થી 30 વર્ષની હોવાનુ અને તેની ઓળખ થઈ ન હોવાનુ પોલીસે જણાવ્યુ હતું. જ્યારે હાલ પોલીસે અજાણી મહિલાની લાશને પીએમ અર્થે સિવિલમાં ખસેડી હતી. તો મહિલાએ આત્મહત્યા કરી છે કે તેની હત્યા થઈ છે તે અંગે પોલીસે  આસપાસના સીસીટીવીની તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *