સુરત : લિંબાયતમાં કબ્રસ્તાનમાં ડ્રેનેજનું કેમિકલ યુક્ત પાણી ભરાયું

Featured Video Play Icon
Spread the love

સુરત : લિંબાયતમાં કબ્રસ્તાનમાં ડ્રેનેજનું કેમિકલ યુક્ત પાણી ભરાયું
કબ્રસ્તાનમાં ફરી વળતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો
અસલમ સાયકલવાલાએ પાલિકાના અદિકારીઓ પર આક્ષેપો કર્યા

સુરતના લિંબાયત વિસ્તારમાં ડ્રેનેજમાંથી કેમિકલયુક્ત પાણી કબ્રસ્તાનમાં ફરી વળતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને આ મામલે કોંગી નેતા અસલમ સાયકલવાલાએ પાલિકાના અદિકારીઓ પર આક્ષેપો કર્યા હતાં.

સુરતના લિંબાયત વિસ્તારમાં કબ્રસ્તાનમાં ડ્રેનેજનું કેમિકલ યુક્ત પાણી ભરાયું હતું. ડ્રેનેજ લાઈન લીક થતા કેમિકલ યુક્ત કલરવાળું પાણી સમગ્ર કબ્રસ્તાનમાં ફરી વળતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. કબ્રસ્તાનમાં કેમિકલ યુક્ત પાણી ફરી વળતા કબરો અને મોટી સંખ્યામાં વૃક્ષોને નુકસાન થયુ હતું. તો લિંબાયત વિસ્તારના સ્થાનિકોએ વારંવાર ઝોન કચેરીએ રજૂઆત કરી છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેને લઈ કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાએ મનપાના લિંબાયત ઝોનના અધિકારીઓ સામે અનેક સવાલો કરી તપેલા ડાઇંગ સીલ કર્યા હોવાની વાતો માત્ર કાગળ પર હોવાના આક્ષેપ કર્યા હતાં. તો આવી ઘટના બીજીવાર બનશે તો લિંબાયત ઝોનને તાળાબંધી કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *