માંડવી દીપડાએ વાછરડુ ને ખેતરમાં લઈ જઈ ફાડી ખાધું
દિપડો અવારનવાર અંધાત્રી ગામમાં રાત્રી દરમિયાન આંટાફેરા મારતો
વન વિભાગની ટીમે પાંજરું મુકવાની કાર્યવાહી હાથ ધરી
અંધાત્રી રાણી ફળિયામાંથી કોઢાર માંબાંધેલુ વાછરડુ ને ખેતરમાં લઈ જઈ દીપડાએ ફાડી ખાધું.
માંડવી અંધાત્રી રાણી ફળિયામાં રહેતા કમલેશભાઈ ચૌધરીના કોઢારમાં માં વાછરડું બાંધવામાં આવ્યું હતું. રાત્રિ દરમિયાન દીપડો અંધાત્રી ગામમાં આવ્યો હતો અને દીપડો કોઢાર માં ઘૂસી જઈને દીપડા એ વાછરડા ને પકડીને ખેતરમાં લઈ ગયો હતો જ્યાં તેને ફાડી ખાધું હતું. દિપડો અવારનવાર અંધાત્રી ગામમાં રાત્રી દરમિયાન આંટાફેરા મારતો હતો. જેને કારણે ખેતરે પાણી પાવા જનાર ખેડૂતોમાં ભય સેવાઈ રહ્યો છે.આ ઘટનાની જાણ માંડવી પાલિકા સભ્ય રાજમીનભાઈ ચૌધરી દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને વન વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે આવી પહોંચી નિરીક્ષણ કરી તાત્કાલિક પાંજરું મુકવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી..
