સુરત : પાલિકાના કર્મચારીઓ અને પશુપાલક વચ્ચે ઘર્ષણ

Featured Video Play Icon
Spread the love

 

સુરત : પાલિકાના કર્મચારીઓ અને પશુપાલક વચ્ચે ઘર્ષણ
પોલીસે ફરિયાદના આધારે ત્રણ પશુપાલકોની કરી ધરપકડ
અન્ય પશુપાલકોએ કાપોદ્રા પોલીસ મથક પહોંચી વિરોધ નોંધાવ્યો
પાલિકાના કર્મચારીઓ હેરાન કરતા હોવાનો પશુપાલકોનો આક્ષેપ

કાપોદ્રામાં પાલિકાના કર્મચારીઓ સાથે પશુપાલકોના ઘર્ષણનો વિડીયો સામે આવ્યા બાદ પોલીસે ત્રણ પશુપાલકોની ધરકડ કરી હતી ત્યારે પશુપાલકોની ધરપકડના વિરોધમાં મોટી સંખ્યામાં પશુપાલકોએ કાપોદ્રા પોલીસ મથકે પહોંચી પાલિકાની ટીમ સામે આક્ષેપો કર્યા હતાં.

સુરતમાં બે દિવસ પહેલા પાલિકાના કર્મચારીઓ અને પશુપાલક વચ્ચે ઘર્ષણ થયું હતું. સુરત મનપાના કર્મચારીઓને દાતરડું બતાવી અને ગાયો છોડાવી જવાની ઘટના બન્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ફરિયાદના આધારે ત્રણ પશુપાલકોની ધરપકડ કરી હતી. પશુપાલકોની ધરપકડને લઈ અન્ય પશુપાલકો એ કાપોદ્રા પોલીસ મથક પહોંચી વિરોધ નોંધાવ્યો હતો અને જણાવ્યુ હતું કે સુરત મનપાના કર્મચારીઓએ બાંધેલા ઢોર છોડી લઈ જતા હોવાના આક્ષેપ કર્યા હતાં. પાલિકાના કર્મચારીઓ વારંવાર હેરાન પરેશાન કરતા હોવાના પણ પશુપાલકોએ આક્ષેપો કર્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *