માંડવીમાં મોહરમ તાજીયા ઝુલુસ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

Featured Video Play Icon
Spread the love

માંડવીમાં મોહરમ તાજીયા ઝુલુસ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
માંડવીના જુદા જુદા વિસ્તારોમાંથી તાજીયા કાઢવામાં આવી
ઝુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદારો જોડાયા હતા

માંડવી નગરમાં મોહરમ તાજીયા ઝુલુસ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન.

માંડવી નગરમાં મોહરમ તાજીયા નિમિત્તે ઝૂલસ કાઢવામાં આવે છે. કરબલા ખાતે શહીદી વહોરનાર ઇમામ હુસૈન ની યાદ માં મોહરમ નો તહેવાર ઉજવવામાં આવે છે .જેમાં માંડવી નગરના જુદા જુદા વિસ્તારોમાંથી તાજીયા બનાવી કાઢવામાં આવે છે જેમાં ગાંધી ફળિયા, બાવાગોર નો ટેકરો માર્કેટ ફળિયા, નવી નગરી માંથી તાજિયાઓ કાઢવામાં આવે છે તાપી મેઇન રોડ સુધી લઈ જઈ ફરી પાછા તાજીયા માર્કેટ ફળિયા ખાતે લાવી ઠંડા કરવામાં આવે છે આ તાજિયામાં બંને કોમોના લોકો જોડાઈ છે. જેના કારણે કોમી એખલાસનું વાતાવરણ સર્જાયું હતું. આ ઝુલુસ માં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદારો જોડાયા હતા.આ પ્રસંગે ડીવાયએસપી સુરત ગ્રામ્ય ના વનાર ના સુપર વિઝન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેમાં પીઆઇ એ એસ ચૌહાણ, પીઆઇ મોડ, તથા પોલીસ જવાનો ટી આર બી, જી આર ડી જવાનો જોડાયા હતા….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *