સુરતના પારલે પોઈન્ટમાં મકાનના તોડકામ દરમિયાન દુર્ઘટના ટળી

Featured Video Play Icon
Spread the love

સુરતના પારલે પોઈન્ટમાં મકાનના તોડકામ દરમિયાન દુર્ઘટના ટળી
મસ્કતી સોસાયટી વિભાગ-2માં જૂના મકાનના સ્લેબ અને બીમ ધરાશાયી
જૈન ટ્રસ્ટના મકાનના તોડકામમાં બાજુના મકાનના ગાર્ડનને નુકસાન થયાનો આક્ષેપ

સુરતના પારલે પોઈન્ટ વિસ્તારમાં મકાનના તોડકામ દરમિયાન મોટી દુર્ઘટના સર્જાતાં રહી ગઈ હતી. મસ્કતી સોસાયટી વિભાગ-2માં જૈન ટ્રસ્ટના જૂના મકાનને તોડવાની કામગીરી દરમિયાન સ્લેબ અને મોટા બીમ તૂટી પડતાં બાજુના મકાનના ગાર્ડન એરિયાને નુકસાન થયું હોવાનો આક્ષેપ કર્યો હતો.

સુરતના પારલે પોઇન્ટમાં મસ્કતી સોસાયટી વિભાગ-2માં જૈન ટ્રસ્ટના જૂના મકાનને તોડવાની કામગીરી દરમિયાન બેદરકારીના આક્ષેપો કરાયા હતાં. ફરિયાદીના જણાવ્યા મુજબ છેલ્લા બે દિવસથી જેસીબી સહિતનાં ભારે મશીનો દ્વારા તોડકામ કરવામાં આવતું હતું, જેના વાઈબ્રેશનથી આસપાસનાં મકાનો હલી ઊઠતાં હતાં. ગઈકાલે સાંજે આશરે છ વાગ્યે તોડકામ દરમિયાન ત્રણ માળના મકાનનો સ્લેબ અને મોટા બીમ તૂટી પડતાં બાજુના મકાનના ગાર્ડન એરિયા અને નીચેના ભાગને નુકસાન થયું હોવાનો દાવો કરાયો હતો. સદનસીબે તે સમયે કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. પરંતુ રહેણાક વિસ્તારમાં આ પ્રકારની કામગીરી દરમિયાન પૂરતી સુરક્ષા વ્યવસ્થા હતી કે નહીં, તે મોટો પ્રશ્ન છે. કમર્શિયલ સાઇટ પર વપરાતાં ભારે સાધનો રહેણાક વિસ્તારમાં કયા નિયમો હેઠળ વપરાયાં? અઠવા ઝોનના તંત્ર દ્વારા મંજૂરી અને સુરક્ષાના નિયમોની ચકાસણી કરવામાં આવી હતી કે નહીં? હાલ આ મામલે જવાબદારી નક્કી કરવા અને સુરક્ષાના નિયમોની તપાસ કરવાની માંગ ઊઠી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *