સુરત પોલીસનું ‘ડ્રગ્સ ઇન સુરત સિટી’ અભિયાન યથાવત્
ડીસીપી ઝોન-6 એલસીબી અને ડિંડોલી પોલીસની સંયુક્ત કાર્યવાહી
ગાંજાના જથ્થા સાથે એક આરોપી ઝડપાયો
સુરત પોલીસ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે ડીસીપી ઝોન 6ની એલસીબીની ટીમ અને ડિંડોલી પોલીસે ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમિશનર વાબાંગ જામીર દ્વારા શહેરમાં નાર્કોટીક્સની બદીને નેસ્ત નાબુદ કરવા નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવવા આપેલી સુચનાને લઈ અધિક પોલીસ કમિશનર બગડીયા અને નાયબ પોલીસ કમિશનર રાજેશ પરમારની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ડિંડોલી પીઆઈ પીએલ વાઘેલા અને પીઆઈ જેએમ ખાંટની ટીમ સાથે ઝોન 6 એલસીબીની ટીમના અહેકો અનંતભાઈને મળેલી બાતમીના આધારે ભેસ્તાન આવાસ બિલ્ડીંગ નંબર એ 27ના ઘર નંબર 11માંથી શાહરૂખખાન ઉર્ફે ઘેટા પઠાણને ઝડપી પાડી તેની પાસેથી ગાંજાનો જથ્થો, મોબાઈલલ ફોન, રોકડા રૂપિયા તથા અન્ય મત્તા મળી 37 હજારથી વધુની મત્તા પોલીસે કબ્જે કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
