પાંડેસરામાં ગાંધી માર્ટની દુકાનમાં ભીષણ આગ

Featured Video Play Icon
Spread the love

પાંડેસરામાં ગાંધી માર્ટની દુકાનમાં ભીષણ આગ
ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો

સુરતના પાંડેસરામાં વહેલી સવારે ગાંધી માર્ટની દુકાનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી. ચીકુવાડી બીઆરટીએસ બસ સ્ટોપ સામે લાગેલી આગને ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ કાબૂમાં લીધી હતી.

સુરતના પાંડેસરામાં વહેલી સવારે ગાંધી માર્ટની દુકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. પાંડેસરા ચીકુવાડી બીઆરટીએસ બસ સ્ટોપની સામે આવેલી દુકાનમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલ આગ કયા કારણોસર લાગી તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી. આગમાં દુકાનમાં કેટલું નુકસાન થયું છે તે તપાસ બાદ સામે આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *