દોઢ વર્ષથી ફરાર આરોપી UPથી ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

દોઢ વર્ષથી ફરાર આરોપી UPથી ઝડપાયો
ચાકુ વડે હુમલાના ગુનામાં અડાજણ પોલીસની કાર્યવાહી

સુરતના અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાકુ વડે હુમલો કરી ગંભીર મારામારીના ગુનામાં છેલ્લા દોઢેક વર્ષથી નાસતા ફરતા આરોપીને અડાજણ પોલીસે ઉત્તર પ્રદેશમાંથી ઝડપી પાડ્યો છે.

સુરતમાં ગંભીર ગુનાઓ આચરી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા પોલીસ ટીમ મેદાને છે ત્યારે સુરતની અડાજણ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એવી બાતમી મળી હતી કે છેલ્લા ઘણા સમયથી વોન્ટેડ આરોપી યુપીમાં છે જે માહિતીના આધારે અડાજણ પોલીસની એક ટીમ યુપી પહોંચી હતી અને ત્યાંથી ચાકુ વડે હુમલો કરી ગંભીર મારામારીના ગુનામાં દોઢેક વર્ષથી નાસતા ફરતા આરોપી વિકાસ લક્ષ્મણ સહાનીને ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *