બારડોલી સુગરના પ્રમુખ પદે મુકેશ પટેલની વરણી

Featured Video Play Icon
Spread the love

બારડોલી સુગરના પ્રમુખ પદે મુકેશ પટેલની વરણી
ઉપપ્રમુખ પદે અનિલ પટેલ સર્વાનુમતે ચૂંટાયા
કિસાન પરિવર્તન પેનલનો ચૂંટણી બાદ દબદબો

સુરત ગ્રામ્યના બારડોલીથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. એશિયાની સૌથી વધુ પિલાણ ક્ષમતા ધરાવતી બારડોલી સુગર મિલની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી બાદ આજે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. કિસાન પરિવર્તન પેનલના ભવ્ય વિજય બાદ મુકેશ પટેલને પ્રમુખ અને અનિલ પટેલને ઉપપ્રમુખ તરીકે સર્વાનુમતે જવાબદારી સોંપવામાં આવી છે.

બારડોલી સુગર મિલના બોર્ડ હોલ ખાતે પ્રથમ સભા યોજાઈ હતી. બારડોલી પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા રજિસ્ટ્રાર સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. બારડોલી સુગર મિલની ચૂંટણીમાં કિસાન પરિવર્તન પેનલનો ભવ્ય વિજય થયો હતો. ત્યારબાદ પેનલના ચૂંટાયેલા તમામ સભ્યોની હાજરીમાં પ્રમુખ અને ઉપપ્રમુખના નામ નક્કી કરવામાં આવ્યા હતા. બારડોલી સુગર મિલના પ્રમુખ પદે મુકેશ પટેલ અને ઉપપ્રમુખ પદે અનિલ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. મેન્ડેટ પ્રથા વગર ચૂંટાયેલા ડિરેક્ટરો દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *