વરાછામાં હોટ ફિક્સના કચરામાં ભીષણ આગ

Featured Video Play Icon
Spread the love

વરાછામાં હોટ ફિક્સના કચરામાં ભીષણ આગ
ભરતનગર સોસાયટી નજીક આગમાં રીક્ષા બળીને ખાક

સુરતમાં હોટ ફિક્સના પ્લાસ્ટિકના કચરામાં આગ લાગવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી હોય તેમ વરાછાના ભરતનગર સોસાયટી નજીક ફરી એકવાર હોટ ફિક્સના કચરામાં ભીષણ આગ લાગતા એક રીક્ષા બળીને ખાક થઈ ગઈ હતી.

સુરતના વરાછાના ભરતનગર સોસાયટી નજીક હોટ ફિક્સના કચરામાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આગની લપેટમાં એક રીક્ષા આવી જતા રીક્ષા બળીને ખાક થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. મહત્વનું છે કે અગાઉ પણ હોટ ફિક્સના કચરામાં આગ લાગવાની બે ઘટનાઓમાં ત્રણ વાહનો બળીને ખાક થયા હતા. હવે વધુ એક ઘટનામાં રીક્ષા બળતા સવાલ એ છે કે હોટ ફિક્સનો આ કચરો મોટી હોનારત સર્જે તે પહેલાં તંત્ર ક્યારે જાગશે? તેવા સવાલો ઉભા થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *