વરાછામાં ડેટિંગ એપના નામે લૂંટ કરતી ટોળકી ઝડપાઈ

Featured Video Play Icon
Spread the love

વરાછામાં ડેટિંગ એપના નામે લૂંટ કરતી ટોળકી ઝડપાઈ
ચપ્પુ બતાવી યુવક પાસેથી મોબાઇલ-રોકડ લૂંટી હતી

સુરતના વરાછા વિસ્તારમાં ડેટિંગ એપના માધ્યમથી લૂંટ ચલાવતી ટોળકીનો પોલીસે પર્દાફાશ કર્યો હોય તેમ ગ્રાઇન્ડર એપ પર વાતચીત કર્યા બાદ યુવકને મળવા બોલાવી ચપ્પુ બતાવી ધમકાવ્યો અને માર મારી મોબાઇલ તથા રોકડ લૂંટી લેનાર ટોળકીને વરાછા પોલીસે ઝડપી પાડી છે.

વરાછા પોલીસને મળેલી ફરિયાદ બાદ ગણતરીના કલાકોમાં જ સમગ્ર લૂંટનો ભેદ ઉકેલી કાઢ્યો છે. ફરિયાદી સાથે ગ્રાઈન્ડર નિયર બાય ગે ડેટીંગ એન્ડ ચેટ એપ પર એક શખ્સે વાતચીત કરી હતી અને ત્યારબાદ તેને વરાછાના ભગવતી રસવાળી ગલી, ઘનશ્યામનગર સોસાયટી પાસે મળવા બોલાવ્યો હતો. ફરિયાદી ત્યાં પહોંચતા તેને ચપ્પુ બતાવી ધમકાવીને ચોથા માળે લઈ જવાયો હતો. જ્યાં અન્ય બે શખ્સો સાથે મળી તેને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં આરોપીઓએ ફરિયાદી પાસેથી 7 હજારનો મોબાઇલ અને 5 હજાર રોકડા સહિતની લૂંટ કરી હતી. બનાવને લઈ વરાછા પોલીસની ટીમે ફરિયાદના આધારે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે લુંટારૂઓ અચીત ઉર્ફે લેમ્બો, જયેશ ઉર્ફે મામુ અને રાજ ઉર્ફે કાળીયોને ઝડપી પાડ્યા હતાં. પોલીસે આરોપીઓ પાસેથી મોબાઇલ ફોન અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *