એશિયાની સૌથી મોટી બારડોલી સુગરમિલનું મતદાન

Featured Video Play Icon
Spread the love

એશિયાની સૌથી મોટી બારડોલી સુગરમિલનું મતદાન
વ્યવસ્થાપક સમિતિની 14 બેઠકો માટે મતદાન શરૂ
સહકાર પેનલ અને કિસાન પરિવર્તન પેનલ વચ્ચે જંગ

એશિયાની મોટી સુગર ફેક્ટરીઓમાં સ્થાન ધરાવતી બારડોલી સુગરની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી માટે આજે વહેલી સવારથી મતદાન શરૂ થયું છે. આ ચૂંટણી સહકાર પેનલ અને કિસાન પરિવર્તન પેનલ વચ્ચે યોજાઈ રહી છે.

એશિયાની મોટી સુગર ફેક્ટરીઓમાં સ્થાન ધરાવતી બારડોલી સુગરની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી માટે આજે વહેલી સવારથી મતદાન શરૂ થતા મતદાન પ્રક્રિયામાં યુવાનો, વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારો પણ ભાગ લઈ રહ્યા છે. બારડોલી, કામરેજ તાલુકાના વિહાણ અને પલસાણા તાલુકાના ગંગાધરા ખાતે કુલ ત્રણ મતદાન મથકો પર મતદાન ચાલી રહ્યું છે. બારડોલી સુગરની આ ચૂંટણીમાં 3,000થી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. કુલ 15 બેઠકો માટે આશરે 41 ઉમેદવારો મેદાનમાં છે. ચૂંટણી પહેલાં જ સહકારી મંડળી પ્રતિનિધિની એક બેઠક બિનહરીફ જાહેર થઈ હતી. બારડોલી સુગર જેવી મહત્વની સહકારી સંસ્થાની વ્યવસ્થાપક સમિતિ પર કઈ પેનલનો કબજો થાય છે તેના પર સહકારી ક્ષેત્રની નજર છે. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 18 ઓગસ્ટના રોજ મતગણતરી થશે અને પરિણામ જાહેર થતાં નવી વ્યવસ્થાપક સમિતિનું ચિત્ર સ્પષ્ટ થશે.

આ ચૂંટણીમાં વ્યક્તિગત અને રાજકીય સમીકરણોને કારણે સ્પર્ધા વધુ તીવ્ર બની છે. પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલના પતિ અતુલભાઈ પટેલ સામસામેની પેનલમાંથી ચૂંટણી લડી રહ્યા છે. ભૂતકાળમાં તેઓ એકબીજાના સહયોગી હતા. સહકાર પેનલ અને કિસાન પરિવર્તન પેનલ દ્વારા મતદારોનો સંપર્ક કરી પોતાની પેનલને જીતાડવા પ્રયાસો કરાયા હતા. મતદાન શરૂ થતાં હવે ઉમેદવારોના ભાવિનો નિર્ણય મતદારો કરશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *