સુરતમાં ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી
ભારતીય સેનાના માનમાં કામરેજમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી
પેહલાગામ હુમલા ના પડઘા આખા દેશ મા પડી રહ્યા છે ત્યારે ભારત સરકાર દ્વારા ઓપરેશન સિંદૂર શરૂ કરી પાકિસ્તાન ના આંતકી ઠેકાણા ઓ પર સેના દ્વારા જોરદાર પ્રહાર કરી બદલો લેવાયો હતો ત્યારે સુરત જીલ્લા ભાજપ દ્વારા સમગ્ર જિલ્લા મા તિરંગા રેલી નુ આયોજન કરવામાં આવ્યુ હતુ . આજ ની રેલી સ્વયંભૂ લોકો રેલી મા જોડાયા હતા ત્યારે કામરેજ ખાતે ભાજપ કાર્યલય થી લઈ કામરેજ ચાર રસ્તા સુધી પગ પાળા રેલી યોજાઈ હતી જેમા સૌ કઈ તિરંગા સાથે જોડાયા હતા . આ રેલી મા જીલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડ , કામરેજ ભાજપ પ્રમુખ સુચેતન પટેલ સહીત ના અગ્રણી ઓ રેલી ની આગેવાની લીધી હતી અને મોટી સંખ્યામાં લોકો એ જોડાઈ દેશભક્તિ ની ભાવના પ્રકટ કરી હતી..