ડીંડોલીમાં ફરી જીવલેણ હુમલો, સાહિલ ખાન પર હુમલો

Featured Video Play Icon
Spread the love

ડીંડોલીમાં ફરી જીવલેણ હુમલો, સાહિલ ખાન પર હુમલો
ભેસ્તાન આવાસની પાણીની ટાંકી પાસે હુમલો, ચકચાર
સતીશ મરાઠા હત્યા બાદ ફરી હુમલાથી વિસ્તારમાં ભયનો માહોલ

સુરતમાં ફરી અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. અગાઉ ભેસ્તાનમાં માથાભારે સતીષ મરાઠાની હત્યા બાદ હવે ડીંડોલી વિસ્તારમાં ફરી એકવાર જીવલેણ હુમલાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. ભેસ્તાન આવાસની પાણીની ટાંકી પાસે સાહિલ ખાન નામના ઈસમ પર હુમલો કરાયો હતો.

સુરતમાં એક તરફ પોલીસ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા સતત પેટ્રોલિંગઅને કોમ્બિંગ કરી રહી છે જો કે પોલીસની આ કામગીરી પર અસામાજિક તત્વો પાણી ફેરવી રહ્યા છે. ત્યારે સુરતના ડીંડોલીના ભેસ્તાન આવાસની પાણીની ટાંકી પાસે અચાનક થયેલા હુમલાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. વાત એમ છે કે સાહિલ ખાન નામના ઈસમ પર અજાણ્યાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તે ઈજાગ્રસ્ત થતાં તાત્કાલિક સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *