ઉચ્ચતર માધ્યમિક શિક્ષક ભરતી માટે યોજાઈ પરીક્ષા
સુરત જિલ્લામાંથી 11,299 ઉમેદવારો પરીક્ષા આપશે.
61 પરીક્ષા કેન્દ્રોના 575 બ્લોકમાં પરીક્ષાનું આયોજન
ઉચ્ચતર માધ્યમિક શિક્ષક ભરતી માટે યોજાઈ રહેલી આ પરીક્ષામાં સુરત જિલ્લામાંથી 11,299 ઉમેદવારો પરીક્ષા આપશે. સુરત જિલ્લામાં કુલ 61 પરીક્ષા કેન્દ્રોના 575 બ્લોકમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉચ્ચતર માધ્યમિક શિક્ષક ભરતી માટે ટેટ અને એચએસ મેઈન્સ 2026ની યોજાયેલી પરીક્ષાનું પ્રથમ સત્ર સવારે 10:30 થી બપોરે 1 વાગ્યા સુધી યોજાશે, જેમાં પ્રશ્નપત્ર-1 અંતર્ગત ભાષા ક્ષમતાની પરીક્ષા લેવામાં આવશે. જ્યારે બીજું સત્ર બપોરે 3થી સાંજે 6 વાગ્યા સુધી યોજાશે, જેમાં પ્રશ્નપત્ર-2 અંતર્ગત વિષયવસ્તુ અને પદ્ધતિશાસ્ત્રની પરીક્ષા લેવામાં આવશે. પેપર લીકની ઘટનાઓને પગલે ઉમેદવારોમાં પણ પરીક્ષાની સુરક્ષાને લઈને ચિંતા જોવા મળી રહી છે. જોકે પરીક્ષા પારદર્શક અને ગેરરીતિ વિના યોજાય તે માટે ડીઈઓ કચેરી અને વહીવટી તંત્ર દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.
તમામ પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત, સીસીટીવી કેમેરા અને સ્પેશિયલ સ્કોર્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ ટ્રાફિક વ્યવસ્થા પણ સુચારુ રહે તે માટે તંત્ર એલર્ટ મોડ પર છે. હવે જોવાનું એ રહેશે કે હજારો ઉમેદવારોના ભવિષ્ય સાથે જોડાયેલી આ પરીક્ષા કોઈપણ ગેરરીતિ વિના સંપૂર્ણ પારદર્શક રીતે પૂર્ણ થાય છે કે નહીં.
