સુરતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ
મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું
હોડી બંગલા વિસ્તારમાં તો આખો વિસ્તાર પાણીમાં ગરકાવ

સુરતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હોય તેમ ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. સુરતના કતારગામ દરવાજા હોડીબંગલા વિસ્તારમાં તો આખો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે વાહનવ્યવહાર પણ ખોરવાયો હતો.

સુરત શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદે જનજીવનને અસરગ્રસ્ત બનાવી દીધું છે. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. કતારગામના હોળી બંગલા વિસ્તારમાં રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતાં. ઘૂંટણ સમા પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અનેક બે-વ્હીલર અને કાર પાણીમાં અટવાઈ જતા ટ્રાફિક ધીમો પડી ગયો હતો. સ્થાનિકો માટે ઘર બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. સતત વરસાદને કારણે દૈનિક જનજીવન ખોરવાઈ ગયું છે અને લોકો સલામત સ્થળે પહોંચવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *