સુરતના ગોપીપુરા વિસ્તારમાં દાદર અચાનક ધરાશાયી

Featured Video Play Icon
Spread the love

સુરતના ગોપીપુરા વિસ્તારમાં દાદર અચાનક ધરાશાયી
દાદર અચાનક ધરાશાયી થતા વૃદ્ધા ઘરમાં ફસાઈ ગયા
ફાયર વિભાગે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું

સુરતના ગોપીપુરા વિસ્તારમાં એક મકાનનો દાદર અચાનક ધરાશાયી થતા વૃદ્ધા ઘરમાં ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી વૃદ્ધાને સુરક્ષિત બહાર કાઢ્યા હતાં.

સુરતના ગોપીપુરા વિસ્તારમાં એક જૂના મકાનનો દાદર અચાનક ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દાદર તૂટી પડતાં એક વૃદ્ધા ઘરમાં જ ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની નવસારી બજાર ફાયર ટીમ અને તાપીપુરા ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર જવાનોએ ઝડપી અને સાવચેતીપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી વૃદ્ધાને હેમખેમ બહાર કાઢી સલામત સ્થળે ખસેડ્યા હતા. સમયસર થયેલી કામગીરીના કારણે મોટી જાનહાનિ ટળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *