સુરતમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી

Featured Video Play Icon
Spread the love

સુરતમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો
નવા વિદ્યાર્થીઓનું કરાયું ઉષ્માભર્યું સ્વાગત

સુરતમાં આજે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શહેરની વિવિધ સરકારી શાળાઓમાં અંદાજે 200 જેટલા વિદ્યાર્થીઓને ઉત્સાહપૂર્વક પ્રવેશ અપાયો હતો. નોંધનીય છે કે લગભગ 5000 જેટલા વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો હોવાનું જણાવાયું હતું. જે સરકારી શિક્ષણ પ્રત્યે વધતા વિશ્વાસનું પ્રતિબિંબ માનવામાં આવી રહ્યું છે. મંત્રીએ શિક્ષકોને બાળકોના ભવિષ્ય નિર્માણમાં પોતાની મહત્વપૂર્ણ ભૂમિકાની યાદ અપાવી શ્રેષ્ઠ અને ગુણવત્તાસભર શિક્ષણ આપવા આહ્વાન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *