સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે 16 વર્ષથી વોન્ટેડ આરોપીને મુંબઈથી ઝડપી પાડ્યો
પોલીસ મથકમાં ઠગાઈના ગુનામાં 16 વર્ષથી વોન્ટેડ આરોપી
આરોપી ચેતનકુમાર ઉર્ફે કૃષ્ણા રામનિવાસી ચૌહાણને ઝડપ્યો
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે પુણા પોલીસ મથકમાં ઠગાઈના ગુનામાં 16 વર્ષથી વોન્ટેડ આરોપીને મુંબઈથી ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર સહિતનાઓ દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા આપેલી સુચનાને લઈ ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો પેટ્રોલિંગમાં હતી ત્યારે આર્મ્સ સ્કોડની ટીમે બાતમીના આધારે પુણા પોલીસ મથકમાં 16 વર્ષથી ચીટીંગના ગુનામાં વોન્ટેડ આરોપી ચેતનકુમાર ઉર્ફે કૃષ્ણા રામનિવાસી ચૌહાણને મુંબઈના કલ્યાણ ખાતેથી ઝડપી પાડી સુરત લાવી તેનો કબ્જો પુણા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
