ભાવનગર આરટીઓનું સતત બીજા દિવસે ચેકિંગ

Featured Video Play Icon
Spread the love

ભાવનગર આરટીઓનું સતત બીજા દિવસે ચેકિંગ
સ્કૂલ-કોલેજના 22 વાહનો દંડાયા,
1.20 લાખથી વધુનો દંડ વસૂલાયો

નાના બાળકોની વાહન ન આપવા અને સ્કૂલવાનના કાગળ ચેક કરવા વાલીઓને અપીલ કરાય છે. નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થતાં જ ભાવનગર આરટીઓ દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સતત બીજા દિવસે પણ સ્કૂલ અને કોલેજમાં વપરાતા વાહનો સામે સઘન ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આરટીઓની આ ઓચિંતી કાર્યવાહીના પગલે નિયમોનો ભંગ કરતાં વાહનચાલકો અને સ્કૂલ વાન-બસના એસોસિએશનમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

શૈક્ષણિક સત્ર શરુ થતા નિયમભંગ બદલ આકરો દંડ, વાહન ચાલકોમાં દોડધામ આજરોજ 9 જૂન સતત બીજા દિવસે શહેરના સરદાર પટેલ સ્કૂલ અને હિલ પાર્ક ચોકડી રોડ પાસે RTO ઇન્સ્પેક્ટર એમ.ટી. મકવાણા અને તેમની ટીમ દ્વારા વહેલી સવારથી જ વોચ ગોઠવીને સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરતાં કુલ 22 જેટલા વાહનો સામે કેસ કરવામાં આવ્યા હતા. આ અંગે વિગતો આપતાં આરટીઓ ઇન્સ્પેક્ટર એમ.ટી. મકવાણાએ જણાવ્યું હતું કે, જિલ્લા કલેક્ટર અને આરટીઓ અધિકારીની કડક સૂચના અનુસાર શહેરની વિવિધ સ્કૂલોની બહાર આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. અમારો મુખ્ય ધ્યેય વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. મોટર વાહન અધિનિયમ મુજબ વાહનોના કાગળો બરાબર છે કે કેમ અને વાહનની યાંત્રિક સ્થિતિ (મેકેનિકલ કન્ડિશન) ફિટ છે કે નહીં તેની ચકાસણી કરાઈ રહી છે.

જેમાં નિર્ધારિત ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓ બેસાડવા, પરમિટનો ભંગ, ડ્રાઇવિંગ લાયસન્સ ન હોવું, થર્ડ પાર્ટી વીમો ન હોવો તેમજ પીયુસી અને ફિટનેસ સર્ટિફિકેટના અભાવ જેવા ગંભીર પ્રકારના નિયમ ભંગ જોવા મળ્યો હતો. આ તમામ વાહનો પાસેથી આરટીઓ વિભાગ દ્વારા અંદાજે ₹1,20,000 થી વધુનો દંડ સ્થળ પર જ વસૂલ કરવામાંઆવ્યો હતો. જે ખાનગી વાહનો પાસે વિદ્યાર્થી લાવવા-લઇ જવાની પરમિટ ન હોવા છતાં ગેરકાયદે ફેરા મારતા હતા, તેમની સામે પણ આકરી પેનલ્ટી ફટકારવામાં આવી છે. આ ડ્રાઈવ આગામી દિવસોમાં પણ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં રોજેરોજ સતત ચાલુ રહેશે. આરટીઓ અધિકારીએ મીડિયાના માધ્યમથી વાલીઓને પણ એક ખાસ અપીલ કરી છે કે, તમારા બાળકોને જે સ્કૂલ બસ, વાન કે રિક્ષામાં મોકલો છો, તેના નિયમ પ્રમાણેના તમામ દસ્તાવેજો, વીમો, પરમિટ અને વાહનની કન્ડિશન વાલીઓએ જાતે એકવાર ખાસ તપાસી લેવી જોઈએ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *