કામરેજમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી
સુરત ગ્રામ્ય પોલીસ અને ફોરેસ્ટ વિભાગ દ્વારા 1200 વૃક્ષોનું વાવેતર
આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે, પર્યાવરણનું જતન કરવાના ઉદ્દેશ્ય સાથે સુરત ગ્રામ્ય પોલીસ અને ફોરેસ્ટ વિભાગ દ્વારા એક વિશેષ વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ સુરત પોલીસ હેડક્વાર્ટર, ઘલુડી ખાતે યોજાયો હતો. કાર્યક્રમ અંતર્ગત વિવિધ 16 પ્રજાતિના કુલ 1200 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં બિલ્લીપત્ર, વડ, પીપળો, આસોપાલવ અને આંબા જેવા વૃક્ષોનો સમાવેશ થાય છે. હેડક્વાર્ટર ખાતે આવેલા મહાદેવ મંદિરના પ્રાંગણમાં ખાસ કરીને 108 બિલ્લીપત્રના રોપાઓનું પણ વાવેતર કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આઈ.જી.પી. સુરત રેન્જ, સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક (SP) અને સુરત ગ્રામ્ય એ.એસ.પી. સહીત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ અભિયાન દ્વારા સુરત ગ્રામ્ય પોલીસે પર્યાવરણ જાગૃતિ અને ગ્રીન સુરત માટેનું એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.
