ભાવનગરમાં સૌ પ્રથમ એક્સક્લુઝિવ સ્ટોરના લોન્ચ

Featured Video Play Icon
Spread the love

ભાવનગરમાં સૌ પ્રથમ એક્સક્લુઝિવ સ્ટોરના લોન્ચ
એસુસ ઈન્ડિયાએ સમગ્ર ભારતમાં રિટેલ વ્યૂહરચના મજબૂત બનાવી

ભાવનગરમાં સૌ પ્રથમ એક્સક્લુઝિવ સ્ટોરના લોન્ચ કરવા સાથે એસુસ ઈન્ડિયાએ સમગ્ર ભારતમાં રિટેલ વ્યૂહરચના મજબૂત બનાવી

દેશભરમાં બ્રાન્ડના રિટેલ ફૂટપ્રિન્ટને મજબૂત કરવા તરફના એક પગલા તરીકે એસુસ ઈન્ડિયા, તાઇવાનની ટેક જાયન્ટે આજે ભાવનગરમાં તેના પ્રથમ એક્સક્લુઝિવ સ્ટોર લોન્ચ કરવાની જાહેરાત કરી. આ નવો એક્સક્લુઝિવ સ્ટોર 336 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે અને તે ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્પ્યુટર હાર્ડવેરની વિશાળ શ્રેણીનું આયોજન કરવા માટે તૈયાર છે, જેમાં એસુસ ફ્લેગશિપ કન્ઝ્યુમર ઉત્પાદનો જેમ કે વિવોબૂક, ઝેનબૂક, રિપબ્લિક ઓફ ગેમર્સ(આરઓજી) લેપટોપ, ગેમિંગ ડેસ્કટોપ્સ, ઓલ-ઇન-વન ડેસ્કટોપ્સ અને એસેસરીઝનો સમાવેશ થાય છે. આ બ્રાન્ડનો ભાવનગરમાં આવેલો સૌ પ્રથમ એક્સક્લુઝિવ સ્ટોર છે.

વિસ્તરણ વિશે વાત કરતાં, જીગ્નેશ ભાવસાર, નેશનલ સેલ્સ મેનેજર – કન્ઝ્યુમર પીસી અને ગેમિંગ બિઝનેસ, એસુસ ઈન્ડિયા, એ જણાવ્યું હતું કે, “અમને ભારતમાં અમારા રિટેલ ફૂટપ્રિન્ટના વિસ્તરણની જાહેરાત કરતા ખૂબ આનંદ થાય છે. ગુજરાત અમારા માટે એક મહત્વનું બજાર હોવાથી ભાવનગર શહેરમાં નવા બ્રાન્ડ સ્ટોરનું ઉદ્ઘાટન દેશના વિવિધ પ્રદેશોના ગ્રાહકોને અમારા નવીનતમ નવીનતાના ખાસ અનુભવ સાથે સશક્ત બનાવવા તરફ એક મહત્વનું પગલું ભરશે. વ્યૂહાત્મક રિટેલ વિસ્તરણ અભિગમ સાથે અમે અમારા વપરાશકર્તા માટે વધુ ઈન્ટરેક્શન અને નવા ટચપોઇન્ટ બનાવવાનું ચાલુ રાખીશું….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *