અંગદાન ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બદલ રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત
નિલેશ માંડલેવાલાનું સુરત એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત
સમગ્ર સુરત શહેર અને સુરતવાસીઓનું સન્માન
અંગદાન ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બદલ રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત થયેલા નિલેશ માંડલેવાલાનું સુરત એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રપતિ દ્વારા અંગદાન ક્ષેત્રે ઉત્તમ કામગીરી બદલ સન્માનિત થયેલા નિલેશ માંડલેવાલા સુરત પરત ફરતા એરપોર્ટ ખાતે તેમના સમર્થકો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર મોટી સંખ્યામાં લોકો, શુભેચ્છકો અને સમર્થકો હાજર રહ્યા હતાં. ફૂલહાર અને તાળીઓના ગડગડાટ સાથે નિલેશ માંડલેવાલાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. નિલેશ માંડલેવાલાએ જણાવ્યું હતું કે દેશભરમાં છેલ્લા ઘણા સમયથી અંગદાન અંગે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને આ અભિયાનને લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
આ પ્રસંગે તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમીત શાહનો આભાર વ્યક્ત કર્યો હતો. નિલેશ માંડલેવાલાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ પાસેથી મળેલ આ સન્માન માત્ર તેમનું નહીં પરંતુ સમગ્ર સુરત શહેર અને સુરતવાસીઓનું સન્માન છે.
