રાંદેર વિસ્તારમાં યુવાનની હત્યા થતા ચકચાર

Featured Video Play Icon
Spread the love

રાંદેર વિસ્તારમાં યુવાનની હત્યા થતા ચકચાર
ગેરેજ કામદાર અમર ઉર્ફે કાલુની અજાણ્યાઓએ કરી હત્યા
રામનગર વિસ્તારમાં મોડી રાત્રે હત્યાની ઘટનાથી ફફડાટ
પોલીસે લાશનો કબ્જો લઈ હત્યાનો ગુનો નોંધ્યો

રાંદેરના રામનગર વિસ્તારમાં બનેલી આ ઘટનામાં મૃતક યુવક ગેરેજમાં કામ કરતો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા રાંદેર પોલીસ સ્થળ પર પહોંચી હતી અને હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

સુરતમાં રોજેરોજ હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો હોય જેને લઈ કાયદો વ્યવસ્થા સામે સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યારે સુરતના રાંદેર વિસ્તારમાં યુવાનની હત્યા કરાતા ચકચાર મચી ગઈ હતી. રાંદેરના રામનગર પાસે મોડી રાત્રે ગેરેજનુ કામ કરતા 33 વર્ષીય અમર ઉર્ફે કાલુની અજાણ્યાઓએ હત્યા કરી નાંખી હોવાનુ સામે આવતા આખા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી તો બનાવની જાણ થતા પોલીસે સ્થળે દોડી જઈ લાશનો કબ્જો લઈ હત્યાનો ગુનો નોંધી હત્યારાઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન હાથ ધર્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *