સુરત લીંબાયત પોલીસ સ્ટેશન ખાતે બકરી ઈદ પર્વને લઈ શાંતિ સમિતિ બેઠક

Featured Video Play Icon
Spread the love

સુરત લીંબાયત પોલીસ સ્ટેશન ખાતે બકરી ઈદ પર્વને લઈ શાંતિ સમિતિ બેઠક
પોલીસ અધિકારીઓ અને હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા
સોશિયલ મીડિયામાં કોઈ અફવા કે ઉશ્કેરણીજનક મેસેજને લઇ સતર્ક

સુરતના લીંબાયત પોલીસ સ્ટેશન ખાતે બકરી ઈદ પર્વને ધ્યાનમાં લઈ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં પોલીસ અધિકારીઓ અને હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ લોકો શાંતિપૂર્ણ રીતે બકરી ઈદની ઉજવણી કરે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.

સુરતના લીંબાયત પોલીસ સ્ટેશન ખાતે બકરી ઈદ પર્વને લઈ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં પોલીસ અધિકારીઓ, સ્થાનિક આગેવાનો તેમજ વિવિધ સમાજના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. બકરી ઈદ દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. પોલીસે લોકોને શાંતિ, સૌહાર્દ અને ભાઈચારાથી તહેવાર ઉજવવાની અપીલ કરી હતી. તહેવાર દરમિયાન જાહેર માર્ગો પર અવરજવર, પાર્કિંગ તેમજ અન્ય વ્યવસ્થાઓ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ સોશિયલ મીડિયામાં કોઈ અફવા કે ઉશ્કેરણીજનક મેસેજ ફેલાવવામાં ન આવે તે માટે પણ સૂચના આપવામાં આવી હતી. પોલીસે સ્પષ્ટ કર્યું હતું કે તહેવાર દરમિયાન શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને શાંતિ ભંગ કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *