સુરતની લિંબાયત પોલીસે લુંટ અને મોબાઈલ ચોર ગેંગને ઝડપી

Featured Video Play Icon
Spread the love

સુરતની લિંબાયત પોલીસે લુંટ અને મોબાઈલ ચોર ગેંગને ઝડપી
આંતર રાજ્ય ટોળકીના બે રીઢાઓને 110 મોબાઈલ સાથે ઝડપી પાડ્યા
ઝારખંડના દુર્ગા ચુન્દવા કર્મકાર અને પ્રેમ કુમાર ધર્મેન્દ્ર મહંતોને ઝડપ્યા

સુરતની લિંબાયત પોલીસે લુંટ અને મોબાઈલ ચોરી કરતી આંતર રાજ્ય ટોળકીના બે રીઢાઓને 110 મોબાઈલ સાથે ઝડપી પાડ્યા હતાં.

સુરતમાં રોજેરોજ મોબાઈલ ચોરી અને સ્નેચીંગ સાથે લુંટની ઘટનાઓ બની રહી છે ત્યારે સુરતની લિંબાયત પોલીસે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ અને ઈ. મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ ડીડી ચૌહાણની ટીમ પીએસઆઈ કેએચ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો રઘુવીરસિંહ, મયુરસિંહ, રાજુભાઈ અને અઆપોકો ક્રિપાલસિંહને મળેલી બાતમીના આધારે લુંટ તથા મોબાઈલ ચોરી કરતી આંતર રાજ્ય ગેંગના બે સાગરીતો ઝારખંડના દુર્ગા ચુન્દવા કર્મકાર અને પ્રેમ કુમાર ધર્મેન્દ્ર મહંતોને ઝડપી પાડી તેઓ પાસેથી 110 મોબાઈલ ફોન અને 25 હજાર રોકડ મળી 3 લાખ 54 હજારનો મુદ્દામાલ કબ્જે કરી તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *