નવસારીના ક્રિકેટપ્રેમીઓ માટે ખુશખબર
આજથી એનપીએલ સિઝન 04 નું ઓક્શન સાથે પ્રારંભ
નવસારીના ક્રિકેટપ્રેમીઓ માટે ખુશખબર છે, આજથી એનપીએલ સિઝન 04 નું ઓક્શન સાથે પ્રારંભ થયો છે
નવસારી NPL સિઝન 04 ડે-નાઈટ પ્રારંભ થયો છે આ ટુર્નામેન્ટમાં કુલ 06 ટીમોએ ભાગ લીધો છે, આ ટુર્નામેન્ટની પ્રથમ મેચ તારીખ 15 મે થી શરૂઆત થશે અને તારીખ 30 મે એ ફાઇનલ મેચ રમશે. આ ટુર્નામેન્ટમાં ટોટલ ડે-નાઈટ 18 મેચો રમાશે, આ NPL સિઝન 04 ના ચેરમેન નવસારીના રાજેશભાઈ હિરાણી છે. આ ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ ગાંધી કોલેજ ભાનુનગર પર રમાશે. ટુર્નામેન્ટ સિઝન 03 માં ધમાકેદાર સફળતા બાદ સિઝન 04 નું પ્રારંભ એરું સ્થિત આવેલ ગાંધી કોલેજમાં થશે
