નવસારી શહેરમાં આજે પાણીનો પોકાર

Featured Video Play Icon
Spread the love

નવસારી શહેરમાં આજે પાણીનો પોકાર
મુખ્ય સર્વિસ લાઈનમાં અચાનક ભંગાણ
પૂર્વ અને મધ્ય ઝોનના અનેક વિસ્તારોમાં પાણી પુરવઠો ખોરવાયો

નવસારી શહેરમાં આજે પાણીનો પોકાર જોવા મળી શકે છે. શહેરના સિલોટવાડ વોટરવર્કસ ખાતે આવેલી મુખ્ય સર્વિસ લાઈનમાં અચાનક ભંગાણ પડતા પૂર્વ અને મધ્ય ઝોનના અનેક વિસ્તારોમાં પાણી પુરવઠો ખોરવાયો છે.

નવસારીના હાર્દ સમાન વિસ્તારોમાં આજે સવારથી જ પાણીની કટોકટી સર્જાઈ છે. ઘટનાની વિગત એવી છે કે, આજે સવારે જ્યારે સિલોટવાડ વોટરવર્કસથી પાણી વિતરણ શરૂ કરવામાં આવ્યું, ત્યારે જ મુખ્ય લાઈનમાં મોટું લીકેજ ધ્યાને આવ્યું હતું. પરિસ્થિતિની ગંભીરતા જોઈ નગરપાલિકા દ્વારા તાત્કાલિક લાઈન બંધ કરી દેવામાં આવી છે. અસરગ્રસ્ત રહેણાંક વિસ્તારો જૂના થાણા, પાંચ હાટડી, લુન્સીકુઈ, સિંધી કેમ્પ, શાંત દેવી રોડથી ટાવર સુધીના તમામમાં પાણીની તંગી સર્જાશે

નગરપાલિકા તંત્ર દ્વારા હાલ જેસીબી મશીનોની મદદથી યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સાંજ સુધીમાં સમારકામ પૂર્ણ કરી પાણી પુરવઠો ફરી રાબેતા મુજબ શરૂ કરવાના પ્રયાસો તેજ કરી દેવામાં આવ્યા છે. ત્યાં સુધી નાગરિકોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *