ભાવનગરમાં સુર સાધના મ્યુઝિકલ ગ્રૂપ દ્વારા “બાગબાન” થીમ પર કાર્યક્રમ
પરિવારીક સંબંધોનું મહત્વ સમજાવતો કાર્યક્રમ યોજાયો
ભાવનગરમાં ગઈ કાલે સુર સાધના મ્યુઝિકલ ગ્રૂપ દ્વારા “બાગબાન” થીમ પર પરિવારીક સંબંધોનું મહત્વ સમજાવતો અને આજની નવી પેઢીને માર્ગદર્શન મળે તેવો એક અનોખો હૃદય સ્પર્શી પ્રોગ્રામનુ વિના મૂલ્યે આયોજન યશવંતરાય નાટ્યગૃહ ખાતે યોજાયેલ. સતત ચાર કલાક સુધી લાગણીના સેતુથી જકડી અશ્રુભીના નયનમાં તરબતર કરી દીધા હતા.
ભાવનગરમાં સંગીતના ઘણા પ્રોગ્રામોનું આયોજન થાય છે પરંતું આ પ્રોગ્રામ લોકો ને કાયમી યાદગાર બની રહે તેવો યોજાયો..દરેક કલાકારો ની એક થી એક ભાવુક પ્રસ્તુતિથી લોકો ભાવવિભોર થય ગયા હતા. શબ્દોને અમૃતમાં ઝબોળીને લોકો સુધી પહોંચાડી દીધા હતા.. રાત્રે 1 વાગ્યા સુધી પ્રેક્ષકો ની હાજરી અને પડદા બંધ થઈ ગયા હોવ છતાં ગીત ચાલુ રાખવા અને સંભળાવવા હજુ પણ પ્રેક્ષકો આતુર હતા..સુર સાધના ગ્રુપ પેહલા રેટ્રો થીમ્ ત્યારબાદ બાગબાન થીમથી લોકોના દિલમાં અલગ સ્થાન મેળવી ભાવનગરનું નંબર ૧ ગ્રુપ તરીકે લોકો ની ચાહના મેળવી છે.
