સુરતમાં યોજાયેલી ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ માં પેટ્રોલિયમ મંત્રી

Featured Video Play Icon
Spread the love

સુરતમાં યોજાયેલી ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ માં પેટ્રોલિયમ મંત્રી
કેન્દ્રિય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ સંબોધિત કર્યા
ભારતમાં છેલ્લા 4 વર્ષ અને 60 દિવસથી
પેટ્રોલ-ડીઝલની રિટેલ કિંમતોમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી

સુરતમાં યોજાયેલી ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ને સંબોધિત કરતાં કેન્દ્રીય પેટ્રોલિયમ અને ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ વર્ષ 2027ના વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પહેલા આ પ્રકારના પ્રાદેશિક સમિટના આયોજન બદલ ગુજરાત સરકારને અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે વૈશ્વિક યુદ્ધ, પૂરવઠા સાંકળના સંકટ, હોર્મુઝની ખાડીમાં પેદા થયેલા તણાવ છતાં પણ કેન્દ્ર સરકારે દેશવાસીઓને આર્થિક બોજથી બચાવ્યા છે.

કેન્દ્રિય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ સુરતમાં યોજાયેલી ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે ભારતમાં છેલ્લા 4 વર્ષ અને 60 દિવસથી પેટ્રોલ-ડીઝલની રિટેલ કિંમતોમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી, આ સંદર્ભે મંત્રીએ કહ્યું કે, જ્યારે વૈશ્વિક સ્તરે ક્રૂડના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે, ત્યારે છેલ્લા 4 વર્ષ અને 60 દિવસથી દેશમાં પેટ્રોલ અને ડીઝલના રિટેલ ભાવમાં કોઈ વધારો કરાયો નથી. તેમણે પાડોશી દેશોની સ્થિતિનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, પશ્ચિમના પાડોશી દેશે એપ્રિલમાં પેટ્રોલના ભાવમાં 42.7% અને ડીઝલમાં 54.09%નો વધારો કર્યો છે. તેવી જ રીતે ઉત્તર અને દક્ષિણના પાડોશી દેશોમાં પણ ઈંધણના ભાવમાં 39% થી 66% સુધીનો તોતિંગ વધારો ઝીંકાયો છે. વિશ્વના અન્ય બજારોમાં લાંબી કતારો, રેશનિંગ અને કામના કલાકોમાં કાપ જેવી સ્થિતિ જોવા મળી છે, પરંતુ ભારતે ‘પેનિક’ (ગભરાટ) ને ક્યારેય પોતાની નીતિ બનવા દીધી નથી. ભારતીય રસોડામાં કોઈ પણ ચીજવસ્તુની અછત વર્તાવા દેવામાં આવી નથી.

કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રી પુરીએ વધુમાં ઉમેર્યું કે, ઘણા લોકો દેશમાં ભાવોની સ્થિરતાને ચૂંટણી સાથે જોડે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે છેલ્લા 4 વર્ષમાં અનેક ચૂંટણીઓ આવી અને ગઈ, તેમ છતાં સરકારની પ્રતિબદ્ધતા સામાન્ય જનતાને રાહત આપવાની રહી છે. સરકાર ગ્રાહકોના હિતમાં કઠોર નિર્ણયો લેવા સક્ષમ છે અને ભવિષ્યમાં પણ જનહિત સર્વોપરી રહેશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *