વડોદરા વાઘોડિયામાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના ધમકીભર્યા સૂર
નગરપાલિકાની ચૂંટણી સભામાં ધારાસભ્યએ આપી જાહેરમાં ધમકી
કમળ સિવાય કોઈને મત આપવાનું કહે તો મને કહેજો
વડોદરા વાઘોડિયા નગર પાલિકાની ચૂંટણી સભામાં ધારાસભ્યના ધમકીભર્યા સુર. તેમણે કહ્યું હતું કે કમળ સિવાય કોઈને મત આપવાનું કહે તો મને કહેજો. કમળ સિવાય કોઈ ની તરફેણ કરવા કોઈ આવે તો મને ફોન કરજો. ભાજપ સિવાયની કોઈ વાત કરે તો સીધો કરી નાખીશું. પેનલ તોડીને કોઈ જીતી જશે તો પણ એને ઘરભેગો કરવા ની આપી ધમકી. ગઈ કાલે રાત્રે વાઘોડિયામાં પ્રભારી ઋત્વિક પટેલની હાજરીમાં સભા યોજાઈ હતી.
વડોદરા જિલ્લામાં ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છથે. વાઘોડિયા નગર પાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપ દ્વારા પોતાની જીત માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે, ત્યારે ગઈકાલે રાત્રે યોજાયેલી એક સભામાં સ્થાનિક ધારાસભ્યના નિવેદને નવો વિવાદ છેડ્યો છે. વાઘોડિયામાં યોજાયેલી ભાજપની સભાને સંબોધતા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ અત્યંત આક્રમક મિજાજમાં વિરોધીઓ અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓને આડકતરી રીતે ધમકી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે જો કોઈ કમળ સિવાય બીજા કોઈને મત આપવાનું કહે, તો તરત જ મારો સંપર્ક કરજો. ભાજપ સિવાયની કોઈ પણ આડી-અવળી વાત કરનારને અમે સીધો કરી નાખીશું. જો કોઈ અપક્ષ કે અન્ય રીતે પેનલ તોડીને જીતી પણ જશે, તો તેને પણ ઘરભેગો કરી દેવામાં આવશે
ગઈકાલે રાત્રે વાઘોડિયા ખાતે ભાજપના પ્રભારી ઋત્વિક પટેલ ની ઉપસ્થિતિમાં એક ચૂંટણી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા. જોકે, સભામાં વિકાસની વાતો કરતા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાની ભાષા વધુ ચર્ચામાં રહી છે. વાઘોડિયામાં ધારાસભ્યની ‘ધમકીભર્યા સૂર’ સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યા છે. એક તરફ ભાજપ શિસ્ત અને સંગઠનની વાત કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ ધારાસભ્યના આવા નિવેદનો મતદારોમાં કેવો પ્રભાવ પાડે છે તો ચૂંટણી પરિણામ જ દેખાડશે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
