સુરતમાં પીસીબીની ટીમે દારૂ ભરેલી કાર સાથે એકને ઝડપ્યો
સચીન પોલીસ મથક વિસ્તારમાંથી લાખોના દારૂ સાથે મુદ્દામાલ કબ્જે
કાર ચાલક ઓમપ્રકાશ લખારાની ધરપકડ કરી
સુરતમાં પીસીબીની ટીમે સચીન પોલીસ મથક વિસ્તારમાંથી દારૂ ભરેલી કાર સાથે એકને ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત દ્વારા દારૂ જુગારની પ્રવૃત્તિઓ નાબુદ કરવા આપેલી સુચનાને લઈ પીઆઈ આરએસ સુવેરાની ટીમ તપાસમાં હતી ત્યારે પીએસઆઈ એસઆર પટેલની ટીમના અપોકો મિતેષભાઈ અને અપોકો રણવીરસિંહને મળેલી બાતમીના આધારે સચીન બાટીયા વક્તાણા રોડ પરથી પસાર થતી ક્રેટા કારને આંતરી ઝડતી લેતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂનો જથ્થો, કાર અને મોબાઈલ તથા અન્ય મત્તા મળી 6 લાખ 23 હજારથી વધુની મત્તા કબ્જે કરી કાર ચાલક ઓમપ્રકાશ લખારાની ધરપકડ કરી હતી. જ્યારે દારૂનો જથ્થો આપનાર જ્યોતી અને લેનાર ચિંતનને વોન્ટેડ જાહેર કરાયા હતાં.
