સુરતની મહિધરપુરા પોલીસે 18 ગુનાઓમાં સંડોવાયેલા આરોપીને ઝડપ્યો
રીઢા આરોીપ અબ્બાસ ઉર્ફે કાલીયા બાવા યાકુબ પટેલને ઝડપી પાડ્યો
સુરતની મહિધરપુરા પોલીસે મારામારી, લુંટ અને ચોરીના 18 ગુનાઓમાં સંડોવાયેલા રીઢાને ઝડપી પાડી તેની પાસેથી મોબાઈલનો જથ્થો કબ્જે ર્યો હતો.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર રાઘવ જૈન, મદદનીશ પોલીસ કમિશનર આહીરની સુચનાને લઈ પીઆઈ ડીયુ બારડની ટીમ પીએસઆઈ એસએ આસનાનીના માર્ગદર્શન હેઠળ તપાસમાં હતી ત્યારે અપોકો જ્યંતિભાઈ અને વિનોદભાઈને મળેલી બાતમીના આધારે લુંટ, મારામારી તેમજ ચોરીના 18 ગુનાઓમાં સંડોવાયેલા રીઢા આરોીપ અબ્બાસ ઉર્ફે કાલીયા બાવા યાકુબ પટેલને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
