સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ફોર્મ ભરવા પડાપડી
ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષ ઉમેદવારો દ્વારા પડાપડી
ભાજપ અને આપના કાર્યકરોએ એક બીજા સામે સુત્રોચ્ચાર પણ કર્યા
સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ફોર્મ ભરવા માટે ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષ ઉમેદવારો દ્વારા પડાપડી કરાઈ હતી. ભાજપ અને કોંગ્રેસ દ્વારા મોડી રાત્રે ઉમેદવારો જાહેર કરાયા હોય જેને લઈ છેલ્લા દિવસે ફોર્મ ભરવા માટે સમર્થકો સાથે ઉમેદવારો ઉમટી પડતા તડાફડી સર્જાઈ હતી. તો ભાજપ અને આપના કાર્યકરોએ એક બીજા સામે સુત્રોચ્ચાર પણ કર્યા હતાં. જેથી રાજકીય માહોલ પણ ગરમાયો હતો.
ગુજરાત ભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા હતાં. ભારતીય જનતા પાર્ટી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે 120 ઉમેદવારો જાહેર કર્યા હતા તો બીજી તરફ કોંગ્રેસે બાકી રહેલા મોટાભાગના ઉમેદવારોની યાદી જાહેર કરવાની જગ્યાએ મોડી સાંજ પછી ફોન કરી ઉમેદવારી પત્ર ભરવા જવા આદેશ કર્યો હતો જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા પણ ઉમેદવારો જાહેર કરાયા હોય જેને લઈ ઉમેદવારોનો જમાવડો કલેકટરાલયે જોવા મળ્યો હતો. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે અપક્ષોનો પણ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં રાફડો ફાટ્યો હોય જેને લઈ આ વખતે કોર્પોરેટર બનવા માટે લોખંડના ચણા ચાવવા જેવુ લાગી રહ્યુ છે. તો ઉમેદવારી ભરવા આવેલા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો એ મીડિયા સાથે વાત કરી પોતાની જીતની આશા વ્યક્ત કરી હતી.
