ભાવનગર વરતેજમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ

Featured Video Play Icon
Spread the love

ભાવનગર વરતેજમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ
મારામારીની ઘટનામાં ત્રણ ઇજાગ્રસ્તો
વરતેજમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો

ભાવનગર જિલ્લાના વરતેજ ગામે બપોરના સમયે બે અલગ અલગ જૂથો વચ્ચે હિંસક અથડામણ સર્જાતા પથ્થરમારો અને વાહનોની તોડફોડ થઈ હતી આ ઘટનામાં ત્રણ વ્યક્તિઓને નાની મોટી ઇજા સાથે સારવાર માટે ભાવનગર સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, વરતેજ ગામમાં અજંપા ભરી શાંતિ ના માહોલ વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ભાવનગર વરટેજમાં સમગ્ર બનાવ અંગે પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર વરતેજ ગામે રહેતી એક મહિલા હુસૈની ચોકમાં આવેલ અમન પ્રોવિઝન સ્ટોર નામની કરિયાણાની દુકાને ચીજ વસ્તુઓની ખરીદી કરવા માટે ગઈ હતી એ દરમિયાન દુકાનદાર દ્વારા આ મહિલા ના પોતાના મોબાઈલમાં ફોટા પાડી રહ્યા હોવાનું મહિલાને લાગતા આ વાત મહિલાએ ઘરે જઈને તેના પરિવારને વાત કરતા પરિવાર દુકાનદારને ઠપકો આપવા માટે ગયો હતો એ દરમિયાન બોલાચાલી બાદ મામલો વણસતા બંને જૂથો ના ટોળા સામ સામે આવી જતા પથ્થર મારો સર્જાયો હતો અને આ પથ્થર મારામાં પહોળાઈ બે થી ત્રણ સ્કૂટર બાઈક ને ભારે નુકસાન પહોંચાડ્યું હતું સામસામે થયેલ પથ્થર મારામાં ત્રણ વ્યક્તિને ઇજા પહોંચતા સારવાર માટે તત્કાળ ભાવનગર સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ બનાવવાની જાણ વરતેજ પોલીસ તથા ભાવનગર પોલીસ કંટ્રોલ રૂમને એસપી નિતેશ પાંડેય, સીટી ડિવાયએસપી આર.આર સિંઘલ, વરતેજ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ, એલસીબી, એસઓજી સહિત પોલીસનો મોટો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ટોળાઓને વિખેરી નાંખી બંને જૂથોને શાંતિની અપીલ કરી હતી

આ ઘટના સમયે મુસ્લિમ સમાજમાં બેસણા નો પ્રસંગ હોય જેમાં મોટી સંખ્યામાં લઘુમતીઓ આવ્યા હોય આ લોકો પણ આ સ્થળે પહોંચતા ટોળાંએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું અને સામસામે પથ્થર મારો કર્યો હતો પરંતુ સમયસર પોલીસ આવી જતા પોલીસે મામલો શાંત પાડવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો. બંને કોમના લોકોને શાંતિ જાળવવા અને ભાઈચારો અકબંધ રાખવા અનુગ્રહ કર્યો હતો. આ ઉપરાંત પોલીસ દ્વારા બંને કોમના લોકોને સાથે રાખીને શાંતિ સમિતિની બેઠકનું આયોજન પણ કર્યું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે હાલમાં અજંપા ભરી શાંતિ વચ્ચે વરતેજ ગામ પોલીસ છાવણીમાં તબદીલ થઈ ગયું છે સમગ્ર સ્થિતિ કંટ્રોલમાં છે અને પોલીસ દ્વારા સજ્જડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે અને બંને પક્ષો દ્વારા એકબીજા વિરુદ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *