સુરતની પુણા પોલીસે ગુમ થયેલી છ વર્ષની બાળકીને ઝડપી
છ વર્ષની બાળકીને ગણતરીના કલાકોમાં શોધી કાઢી
માતા પિતાને સોંપતા પોલીસનો આભાર વ્યક્ત કરાયો
સુરતની પુણા પોલીસે ગુમ થયેલી છ વર્ષની બાળકીને ગણતરીના કલાકોમાં શોધી કાઢી તેના માતા પિતાને સોંપતા પોલીસનો આભાર વ્યક્ત કરાયો હતો.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, અધિક પોલીસ કમિશનર બલરામ મિણા, નાયબ પોલીસ કમિશનર આલોક કુમાર અને મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ વીએમ દેસાઈની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે 26મી માર્ચના રોજ પુણા પોલીસ મથકમાં એક મહિલા પોતાની છ વર્ષની બાળકી રમતા રમતા ક્યાંક ચાલી ગઈ હોવાની ફરિયાદ કરતા જ પુણા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી અને ગુમ બાળકીને શોધવા પીઆઈ દ્વારા અલગ અલગ ટીમો બનાવી હતી જેને લઈ 30 થી 40 જેટલા સીસીટીવી ચેક કરી ગણતરીના કલાકોમાં જ પુણા પોલીસે ગુમ બાળાને શોધી કાઢી માતા-પિતાને સોંપતા તેઓએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
