ભાવનગર જિલ્લામાંથી ચોંકાવનારી ઘટના સામે આવી
પતિએ જ પત્નીની હત્યા કરી હોવાનો ખુલાસો
સાસરીયા પક્ષે અલ્પાબેનને હાર્ટ એટેક આવ્યો હોવાનું રટણ કર્યું હતું
ભાવનગર જિલ્લામાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પતિએ જ પત્નીની હત્યા કરી હોવાનો ખુલાસો થતાં સમગ્ર પંથકમાં સનસની ફેલાઈ ગઈ છે.
ભાવનગર વરતેજ વિસ્તારમાં રહેતા અર્જુન કાળુભાઈ પરમાર દ્વારા પોતાની પત્ની અલ્પાબેનની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ, અર્જુનનો અન્ય યુવતી સાથે સંબંધ હતો અને તેને ઘરે રાખવાની બાબતે દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. અલ્પાબેન દ્વારા તેનો વિરોધ કરવામાં આવતા અર્જુન દ્વારા મારપીટ કરાતી હોવાના પણ આક્ષેપ છે.
ગત 19 માર્ચ 2026ના રોજ સાસરીયા પક્ષે અલ્પાબેનને હાર્ટ એટેક આવ્યો હોવાનું કહી અંતિમવિધિની તૈયારી શરૂ કરી દીધી હતી. પરંતુ પરિવારને શંકા જતાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સર ટી. હોસ્પિટલ, ભાવનગર ખસેડવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે, જેમાં ગળું દબાવીને હત્યા કરાઈ હોવાની પુષ્ટિ થઈ છે. આ મામલે પોલીસે પતિ અર્જુનસિંહ કાળુભાઈ પરમાર વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે…..ફિરોજ મલેક ભાવનગર
