હિન્દુ નવવર્ષ અને ગુડી પડવાના પવિત્ર અવસરે ઉત્સાહનો માહોલ

Featured Video Play Icon
Spread the love

હિન્દુ નવવર્ષ અને ગુડી પડવાના પવિત્ર અવસરે ઉત્સાહનો માહોલ
સરકારી હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ, બિસ્કિટ અને ચોકલેટનું વિતરણ
S.R. Mali & Son’s પરિવાર દ્વારા નવા વર્ષની માનવતાવાદી ઉજવણી

હિન્દુ નવવર્ષ અને ગુડી પડવાના પવિત્ર અવસરે સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે, ત્યારે તાપી જિલ્લાના સોનગઢમાં મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા એક સરાહનીય પહેલ કરવામાં આવી છે. સોનગઢના જાણીતા S.R. Mali & Son’s પરિવાર દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ સરકારી હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ, બિસ્કિટ અને ચોકલેટનું વિતરણ કરી નવા વર્ષની માનવતાવાદી ઉજવણી કરવામાં આવી હતી.”

તાપી જિલ્લાના સોનગઢમાં મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા સરકારી હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ, બિસ્કિટ અને ચોકલેટનું વિતરણ કરી નવા વર્ષની માનવતાવાદી ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે રાજકીય અને સામાજિક અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. જેમાં તાપી જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી નિખિલભાઈ શેઠ તેમજ સોનગઢના પ્રથમ નાગરિક અને નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સારીકાબેન પાટીલ ખાસ હાજર રહ્યા હતા. તેમની સાથે સંગઠન પ્રમુખ અમિતભાઈ અગ્રવાલ, મહામંત્રી વિમલભાઈ દેસાઈ અને કારોબારી અધ્યક્ષ હેતલભાઈ મહેતાએ પણ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી.”

હોસ્પિટલમાં આયોજિત આ કાર્યક્રમમાં શાસક પક્ષના નેતા યોગેશભાઈ મરાઠે, આશિષભાઈ શાહ, ડો. સ્વપ્નિલભાઈ પાટીલ સહિત નગરપાલિકાની વિવિધ સમિતિઓના અધ્યક્ષો અને મહારાષ્ટ્રીયન સમાજના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. કાર્યક્રમના અંતે સોનગઢ નગરપાલિકાના કેબિન સમિતિના અધ્યક્ષ શ્રી પ્રકાશભાઈ માળીએ ઉપસ્થિત સૌને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી, જ્યારે શ્રી રાકેશભાઈ માળીએ તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. પરંપરાગત ઉત્સવોમાં સેવાનો સૂર ઉમેરીને માળી પરિવારે સમાજને એક નવો રાહ ચીંધ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *