મુખ્ય આરોપી નિકુંજની કાપોદ્રા પોલીસે કરી ધરપકડ.
મોબાઈલ ડેટાના આધારે આરોપી સુધી પહોંચી પોલીસ.
સુરતના કાપોદ્રાની અનભ ડાયમંડમાં પાણીના કૂલરમાં ઝેરી દવા નાંખી રત્નકલાકારોની સામૂહિક હત્યાની કોશિશના ગુનામાં મેનેજર તરીકે નોકરી કરતા નિકુંજ હિતેશ દેવમુરારીની કાપોદ્રા પોલીસે શુકવારે મોડીરાતે ધરપકડ કરી હતી.
કાપોદ્રાના અનભ ડાયમંડમાં કૂલરમાં પહેલાં જેને ગંધ આવી તે મેનેજર નિકુંજ દેવમુરારી જ આરોપી નીકળ્યો છે. નિકુંજને ઓનલાઇન અનાજ ટ્રેડિંગના ધંધામાં લાખોનું દેવું થયું ઉપરથી ગર્લફેન્ડ પાછળ પૈસા ઉડાવી દીધા હતા, જેના કારણે નિકુંજને 10 લાખનું દેવું થઈ જતાં લોકો ઉઘરાણી કરવા આવતા હતા.જેથી તે ટેન્શનમાં આવી ગયો હતો. 9મીએ સવારે તે કારખાનામાં પાણીના કૂલર પાસે ગયો, જ્યાં પાણીમાં નાંખીને ઝેર ખાવાની તૈયારી કરતો હતો ત્યારે જ અન્ય કારીગરો પણ આવી પહોંચતાં નિકુંજે ઉતાવળમાં સેલફોર્સ પાવડરની પડીકી કૂલરમાં નાંખી દીધી હતી. તેને ખબર હતી કે ઝેરવાળું પાણી છે છતાં તે આ પાણી પી ગયો હતો. તેની સાથે અન્ય 6 કારીગરોએ પણ બોટલોમાં પાણી ભરી દીધું હતું. આ ઝેરી પાણી પીવાથી કારીગરોના જીવનું જોખમ થઈ શકે છે તેવા ડરને કારણે નિકુંજે પાણીમાં ગંધ આવતી હોવાની વાત કારખાનાના સુપરવાઇઝરને કરી હતી, જેથી સુપરવાઇઝરે ત્યાં આવીને પાણીનું કૂલર ચેક કરતાં તેમાંથી સેલફોર્સનું એક પેકેટ મળી આવ્યું હતું.કાપોદ્રાની અનભ ડાયમંડમાં પાણીના કૂલરમાં ઝેરી દવા નાંખી રત્નકલાકારોની સામૂહિક હત્યાની કોશિશના ગુનામાં મેનેજર તરીકે નોકરી કરતા નિકુંજ હિતેશ દેવમુરારીની કાપોદ્રા પોલીસે શુકવારે મોડીરાતે ધરપકડ કરી હતી. આરોપી નિકુંજ દેવમુરારી અપરિણીત છે. વધુમાં મેનેજર નિકુંજ દેવમુરારી છેલ્લા 12 વર્ષથી કારખાનામાં હીરાનો હિસાબ રાખતો હતો અને 21 હજારનો પગારદાર કર્મચારી છે. ઝેરી દવાને કારણે કારખાનાના 118 રત્નકલાકારોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. આરોપી નિકુંજ મુખ્ય મેનેજરનો ભાણેજ થાય છે, જેથી કારખાનામાં તેને મેનેજર તરીકે નોકરી પર રાખવામાં આવ્યો હતો.