પાલના મદ્રેસામાં એસઓજીનો ડ્રગ્સ વિરોધી જાગૃતિ કાર્યક્રમ

Featured Video Play Icon
Spread the love

પાલના મદ્રેસામાં એસઓજીનો ડ્રગ્સ વિરોધી જાગૃતિ કાર્યક્રમ
‘નો ડ્રગ્સ ઇન સુરત સિટી’ અભિયાન અંતર્ગત એસઓજીનો કાર્યક્રમ
સુરત એસઓજી એક્શનમાં, પાલના મદ્રેસામાં ડ્રગ્સ વિરોધી જાગૃતિ

સુરતના પાલ વિસ્તારમાં આવેલા મરકઝી દારૂલ ઉલૂમ મદ્રેસા ખાતે નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત એસઓજી દ્વારા ડ્રગ્સ વિરોધી જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

સુરતને ડ્રગ્સમુક્ત બનાવવાના અભિયાનને વધુ વેગ આપવામાં આવી રહ્યો છે. ત્યારે પાલ ખાતે આવેલા મરકઝી દારૂલ ઉલૂમ મદ્રેસામાં નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત ખાસ ડ્રગ્સ વિરોધી જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ડ્રગ્સ અને નશીલા પદાર્થોના ગંભીર દુષ્પરિણામો અંગે સમજ આપવામાં આવી હતી. નશાના કારણે થતા શારીરિક, માનસિક અને સામાજિક નુકસાન અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતાં. સાથે જ યુવાનોને નશાથી દૂર રાખવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નશામુક્ત સુરત અને ડ્રગ્સમુક્ત યુવા પેઢીના નિર્માણમાં વિદ્યાર્થીઓની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે પણ સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અંદાજે 180થી 200 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહનરૂપે એક પેન ભેટ આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *