ભાજપ દ્વારા ‘અરાજકતા હટાવો, લોકતંત્ર બચાવો’ના નારા સાથે વિશાળ રેલીનું આયોજન
રેલીમાં મંત્રીઓ અને સંગઠનના નેતાઓની વિશેષ ઉપસ્થિતિ
‘અરાજકતા હટાવો, લોકતંત્ર બચાવો’ના નારા સાથે ભાજપનું શક્તિપ્રદર્શન
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા ભાવનગર ખાતે ‘અરાજકતા હટાવો, લોકતંત્ર બચાવો’ના નારા સાથે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
રેલી દરમિયાન ભાજપના આગેવાનોએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ અને વિપક્ષ દ્વારા પાયાવિહોણા આક્ષેપો કરીને દેશના લોકતંત્રને બાનમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, હર્ષભાઈ અને જગદીશભાઈના નેતૃત્વ હેઠળ સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો અને રેલીઓ યોજવામાં આવી રહી છે., આ રેલીમાં ભાજપ સંગઠનના પ્રદેશ સહપ્રભારી અજય મહાજન, સંગઠન મંત્રી ગિરનારી, અનિરુદ્ધભાઈ તેમજ મંત્રીઓ, કૌશિકભાઈ સહિત સ્થાનિક ધારાસભ્યો, સાંસદો અને પક્ષના પ્રમુખો જોડાયા હતા. આ પદયાત્રા શહેર ના હલુરિયા ચોક ખાતે શરૂ થઈ રૂપમ ચોક, મેઈન બજાર, ખારગેઇટ, મામાકોઠા થઈ બાર્ટન લાઈબ્રેરી થઈ હલુરિયા ચોક ખાતે પૂર્ણ થઈ હતી.
