ભાવનગર જિલ્લાના મહુવાના વડલી ગામ પાસે બે જૂથો વચ્ચે ફરી હિંસક અથડામણ
જૂની અદાવતમાં બંને જૂથો ફરી સામસામે આવી ગયા
મહુવા તાલુકાના વડલી ગામ પાસે જૂથ અથડામણથી તંગદિલી સર્જાઈ
મહુવા : ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના વડલી ગામ પાસે બે જૂથો વચ્ચે ચાલી રહેલી અદાવતમાં આજે ફરી એકવાર બંને પક્ષો સામસામે આવી જતાં હિંસક જૂથ અથડામણ સર્જાઈ હતી.
આ લોહિયાળ અથડામણમાં ભોળાભાઈ નામના વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. ઘટનામાં અન્ય ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે મહુવાની સરકારી અને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.બનાવની જાણ થતા જ મહુવા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી, ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. મહુવા પોલીસ વિભાગ દ્વારા હાલ સમગ્ર વાતાવરણને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.. અને પરિસ્થિતિને કંટ્રોલ કરવામાં આવી છે..
