“અમારી સામે કેમ જુએ છે” કહી યુવાન પર ધારિયાથી હુમલો

Featured Video Play Icon
Spread the love

“અમારી સામે કેમ જુએ છે” કહી યુવાન પર ધારિયાથી હુમલો
કરચલીયાપરા વિસ્તારમાં બે શખ્સોએ કર્યો જીવલેણ હુમલો
ધારિયાના ઘા ઝીંકાતા યુવાન ઇજાગ્રસ્ત
ઇજાગ્રસ્ત યુવાને સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી

ભાવનગર શહેરના કરચલીયાપરા વિસ્તારમાં સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. “અમારી સામે કેમ જુએ છે” તેમ કહી બે શખ્સોએ એક યુવાન પર ધારિયાથી હુમલો કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. ઇજાગ્રસ્ત યુવાને સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ભાવનગર શહેરના કરચલીયાપરા વિસ્તારમાં સામાન્ય બાબતને લઈને એક શ્રમજીવી યુવાન પર બે શખ્સોએ ધારિયા,ફરસા જેવા તિક્ષણ હથિયારો વડે હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ઈજાગ્રસ્ત યુવાનના સારવાર માટે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સારવાર બાદ તેણે બંને હુમલાખોરો વિરુદ્ધ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના કરચલીયાપરા વિસ્તારમાં આવેલ ઈશાફતાની શેરીમાં રહેતા અને ફેબ્રિકેશનના વ્યવસાયમાં છૂટક મજૂરી કામ કરતા શૈલેષ ઉર્ફ ધુમાડો ધીરુ ચૌહાણ ઉમર વર્ષ 39 એ આ વિસ્તારના નયન હરેશ બારૈયા તથા કરણ ઉર્ફે બાઠુ વિરુદ્ધ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ગઈકાલે સાંજના સમયે ફરિયાદી મામા કોઠા રોડ પર આવેલ સાંઈઠ ફળી નજીક જયેશની કેબિને ચા પીવા માટે ઉભો હોય ત્યાં થોડી દૂર નયન તથા કરણ કોઈ સાથે ઝઘડો કરતા હોય તે દરમિયાન નયન અને કરણ હાથમાં ધારીયુ તથા ફરસા સાથે ફરિયાદી શૈલેષ પાસે આવ્યા હતા અને અમારી સામે કેમ જુએ છે તેમ કહી બંને શખ્સોએ શૈલેષ પર ધારિયા અને ફરસા વડે હુમલો કરતા ફરિયાદી જીવ બચાવવા પોતાના ઘરમાં દોડી જતા હુમલાખોરોએ તેનો પીછો કરી તેના ઘરમાં ઘૂસી હથિયારોના ઘા ઝીંકી લોહીયાળ ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા જ્યારે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સારવાર બાદ તેણે બંને હુમલાખોરો વિરુદ્ધ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *