ભાવનગર મનપાની 52 સીટ માટે મતદાન
શાંતિપૂર્ણ માહાલોમાં મતદાનનો પ્રારંભ,
સવારથી જ મતદારોની લાઈનો લાગી
ભાવનગર જિલ્લામાં મહાનગરપાલિકાની 52 બેઠકો, જિલ્લા પંચાયતની 40 બેઠકો, તાલુકાના પંચાયતની 206 બેઠકો, તેમજ મહુવા, પાલિતાણા અને વલ્લભીપુર નગરપાલિકાની 78 બેઠકો આજરોજ સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો શાંતિપૂર્ણ માહાલોમાં પ્રારંભ થયો હતો. જેમાં મતદાનનો સમય સવારે 7 થી સાંજે 6 સુધીનો રહેશે. આથી વહેલી સવારથી જ મતદાન મથકો પર લાઈનો લાગી હતી.
ભાવનગર મહાનગરપાલિકાની 52 બેઠકો માટે 150 ઉમેદવારો, જિલ્લા પંચાયતની કુલ 40 બેઠકો માટે 136 ઉમેદવારો, તાલુકા પંચાયતની કુલ 206 બેઠકો માટે 643 ઉમેદવારો, મહુવા નગરપાલિકાની 32 બેઠકો માટે 75 ઉમેદવારો, પાલીતાણા નગરપાલિકાની 26 બેઠકો માટે 65 ઉમેદવારો, વલ્લભીપુર નગરપાલિકાની 20 બેઠકો માટે 49 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે નગરપાલિકાની મહુવા-6, પાલીતાણા – 8, વલ્લભીપુર – 4 એમ કુલ 18 બેઠકો અને તાલુકા પંચાયતની કુલ 4 ( તલગાજરડા, શેવડીવદર, ઉંડવી, નેસડા) બિનહરીફ થઈ છે.
મતદાન મથકોની સંખ્યા 1984 છે. જેમાં સંવેદનશીલ મતદાન અને અતિસંવેદનશીલ મતદાન મથકો 552 છે, ચૂંટણી પ્રક્રિયામાં 4400 બી.યુ. અને 3735 સી.યુ.નો ઉપયોગ થશે અને આશરે 10,742 જેટલા પોલિંગ સ્ટાફ ચૂંટણી પ્રક્રિયામાં ફરજ બજાવશે. આ ઉપરાંત આશરે 3800થી વધુ પોલીસ સ્ટાફ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ફરજ બજાવશે. જ્યારે ત્રણ નગરપાલિકાઓમાં મહુવા, પાલિતાણા અને વલ્લભીપુર નગરપાલિકા અંતર્ગત કુલ 78 બેઠકો છે. જે પૈકી 6-મહુવા નગરપાલિકા, 8-પાલિતાણા અને 7-વલ્લભીપુર આમ, કુલ 18 બેઠકો બિનહરીફ થયેલી છે…
