સુરતમાં એસટી ડેપો ખાતે મુસાફરોનો ધસારો
રક્ષાબંધનના તહેવારને લઈ વધુ બસો દોડાવાઈ
100થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવાનુ આયોજન કરાયુ
આગામી શનિવારે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવી રહ્યો હોય જેને લઈ એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનુ આયોજન કર્યુ છે. શનિવાર અને રવિવારે સુરતથી એક્સ્ટ્રા બસો દોડશે.
આગામી રક્ષા બંધનના તહેવારને લઈ સુરત એસટી વિભાગ દ્વારા વધારાની બસો દોડાવવાનું નિર્ણય કરાયો છે. સુરત એસટી વિભાગના નિયામકએ જણાવ્યુ હતુ કે રક્ષા બંધનના તહેવારને લઈ અત્યાર સુધી 40 એક્સ્ટ્રા બસો દોડાવાઈ છે જ્યારે 100થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવાનુ આયોજન કરાયુ છે. ખાસ કરીને ગોધરા, દાહોદ, લુણાવાડા, અમદાવાદ, વડોદરા અને સૌરાષ્ટ્ર તથા અમરેલી અને ભાવનગર ખાતે એક્સ્ટ્રા બસો બે દિવસ દોડાવાશે તો 50થી વધુ મુસાફર હશે તે વિસ્તારમાં પણ એક્સ્ટ્રા બસો દોડાવાશે તેમ જણાવાયુ હતું.
