કેશોદમાં ડુપ્લીકેટ બીડીના કારોબારનો પર્દાફાશ.

Featured Video Play Icon
Spread the love

કેશોદમાં ડુપ્લીકેટ બીડીના કારોબારનો પર્દાફાશ.
ખાદ્ય પદાર્થ અને દારૂ બાદ હવે નકલી બીડીનો વેપલો.
જાણીતી કંપનીના લેબલ અને ટ્રેડમાર્કનો ઉપયોગ કરી થતું વેચાણ

જૂનાગઢ કેશોદમાં પોલીસે ડુપ્લીકેટ રાજકમલ-સાબળે બીડીના જથ્થાને પકડી પાડ્યો હતો. પોલીસે બીડી બનાવતી ખાનગી કંપનીના કર્મચારીની ફરીયાદના આધારે આરોપીની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જૂનાગઢ કેશોદમાં જાણીતી રાજકમલ-સાબળે બ્રાન્ડની બીડીની ડુપ્લીકેટનું વેચાણ કરતો હતો. આ અંગે વેરાવળ રહેતા અને મહારાષ્ટ્રની કંપનીમાં ફીલ્ડ ઓફીસર તરીકે ફરજ બજાવતા ફિલ્ડ ઓફિસર જીતેન્દ્ર જેઠવાને જાણ થઇ હતી. આથી તેમણે પોલીસને જાણ કરી હતી. ખાદ્ય પદાર્થ અને દારૂ બાદ હવે નકલી બીડીનો વેપલો પણ શરુ થયો છે ત્યારે જાણીતી કંપનીના લેબલ અને ટ્રેડમાર્કનો ઉપયોગ કરી થતા વેચાણને પકડી પોલીસે કાયદે સરની કાર્યવાહી હાથ ધરી છે, અગાઉ 5 વર્ષ પહેલા પણ કેશોદમાં પોલીસે 9,760 ની કિંમતનો 16,000 બીડીડુપ્લીકેટ રાજકમલ બીડીના જથ્થાને પકડી પાડ્યો હતો

પોલીસે કંપનીના કર્મચારીને સાથે રાખી રેડ કરી હતી. જેમાં ઘટના સ્થળેથી કિરણ સોલંકી નામનો શખ્સ પાસેથી 3.12 લાખના મુદામાલ સાથે રહેલ બીડીની ખરાઇ કરતાં ફોટા, લખાણનો કલર તેમજ પ્રિન્ટીંગમાં ફેરફાર જણાતાં બીડી ડુપ્લીકેટ હોવાનું જાણવા મળ્યું હતું. આથી પોલીસે કિરણ સોલંકીની અટક કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *