બીલીમોરાની વર્ષો જૂની સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ખસેડી

Featured Video Play Icon
Spread the love

બીલીમોરાની વર્ષો જૂની સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ખસેડી
નગરપાલિકા સીનિયર સિટીઝન હોલ ખાતે ખસેડવામાં આવી.

બીલીમોરાની વર્ષો જૂની સરકારી આયુર્વેદિક હોસ્પિટલને નવા સ્થળે ખસેડવામાં આવી, દર્દીઓની સુવિધા માટે નગરપાલિકા સીનિયર સિટીઝન હોલ ખાતે ખસેડવામાં આવી.

બીલીમોરા શહેરમાં વર્ષોથી કાર્યરત અને હજારો દર્દીઓ માટે આશીર્વાદરૂપ સમાન સરકારી આયુર્વેદિક હોસ્પિટલ હવે નવા સરનામે કાર્યરત થઈ છે. હોસ્પિટલની હાલની ઇમારત અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી, દર્દીઓ અને સ્ટાફની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બીલીમોરા નગરપાલિકા દ્વારા તેને તાત્કાલિક અસરથી સીનિયર સિટીઝન હોલ ખાતે ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જર્જરિત મકાનને કારણે હોસ્પિટલને સાત દિવસમાં સ્થળાંતર કરવાની સૂચના મળી હતી. મંત્રીશ્રી અને નગરપાલિકાના સહયોગથી તાત્કાલિક હોલની ફાળવણી કરવામાં આવી છે, જેથી દર્દીઓની સારવાર અટકે નહીં. નગરપાલિકા લોકોના સ્વાસ્થ્ય અને જનહિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. આ હોસ્પિટલમાં નિઃશુલ્ક સેવાઓ મળતી હોવાથી મોટી સંખ્યામાં લોકો લાભ લે છે, જે હવે નવા સુરક્ષિત સ્થળે ચાલુ રહેશે. હોસ્પિટલના સત્તાધીશો અને સ્થાનિકો દ્વારા સરકારને નમ્ર વિનંતી કરવામાં આવી છે કે આયુર્વેદિક હોસ્પિટલ માટે વહેલી તકે નવી જમીન ઉપલબ્ધ કરાવવામાં આવે જેથી ભવિષ્યમાં પોતાની કાયમી ઇમારત બની શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *