સુરતમાં મેટ્રો પ્રોજેક્ટના કામને કારણે ટ્રાફિક

Featured Video Play Icon
Spread the love

સુરતમાં મેટ્રો પ્રોજેક્ટના કામને કારણે ટ્રાફિક
ટ્રાફિક અને રસ્તાઓની હાલત અંગે ઉઠતી ફરિયાદો
મેયર, મેટ્રો અને સીટકોના અધિકારીઓ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક

સુરતમાં મેટ્રો પ્રોજેક્ટના કામને કારણે ટ્રાફિક અને રસ્તાઓની હાલત અંગે ઉઠતી ફરિયાદો વચ્ચે મેયર, મેટ્રો અને સીટકોના અધિકારીઓ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેમાં જનતાને રાહત મળે તેવી કામગીરી કરવા જણાવાયુ હતું.

સુરત શહેરમાં મેટ્રો પ્રોજેક્ટના ચાલી રહેલા કામ વચ્ચે નાગરિકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે આજે મેયર, જીએમઆરસી અને સીટકોના અધિકારીઓ સાથે સંયુક્ત બેઠક યોજાઈ હતી. બેઠકમાં ખાસ કરીને ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખીને રોડ ઉપર લગાવવામાં આવેલા બેરીકેટ્સ દૂર કરવા સૂચના આપવામાં આવી હતી. અધિકારીઓને સ્પષ્ટ જણાવાયું કે વાહન વ્યવહાર ખોરવાય નહીં અને ટ્રાફિકની સમસ્યા સર્જાય નહીં તે માટે શક્ય હોય ત્યાં રસ્તાઓને વધુ પહોળા અને મોટરેબલ બનાવવામાં આવે છે. બેઠક બાદ વિવિધ ઝોનમાં કોર્પોરેશન, મેટ્રો અને સીટકોના અધિકારીઓ દ્વારા સંયુક્ત મુલાકાતો શરૂ કરવામાં આવી છે. જ્યાં જ્યાં મેટ્રો કામને કારણે રસ્તાઓ સાંકડા થયા છે અથવા વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે ત્યાં તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવશે.

આ ઉપરાંત મેટ્રો પ્રોજેક્ટ દરમિયાન ડેમેજ થયેલી ડ્રેનેજ અને હાઇડ્રોલિક લાઇનોના મુદ્દે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આવી લાઇનોને ઝડપથી રિપેર કરવાની જવાબદારી નક્કી કરવામાં આવી છે જેથી વરસાદી પાણી ભરાવા અથવા પાણી પુરવઠા સંબંધિત સમસ્યાઓ ઊભી ન થાય જે અંગે સ્ટેન્ડિંગ ચેરમેનએ વધુ માહિતી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *